December 2022 Newsletter

 મધુરાષ્ટકમ વચનામૃત સાર 

જીવનમાં બધાં સૂકો કર્મના ફળ સ્વરૂપે મળે છે, ઓણ સત્સંગ ફકત કૃપાથી જ મળે છે.

સત્સંગનો સમય એ જીવનનું ભાથું છે. પાત્ર બન્યા વિના પ્રાપ્તિ સંભવ નથી. હૃદયની લાગણીઓ સાથે ઈશ્વર સાથે જોડાવું એજ ભક્તિમાર્ગ પાપ અને પુણ્ય બંને ભોગવવાં પડે. બંનેથી નિવૃત તઃવું હોય તો ભગવદ શરણાગતીજ ઉપાય છે.

શ્રી મહાપ્રભુના નેત્રો દ્વારા રસ રૂપે શ્રી ગોકુલચંદ્રમાજી નું સ્વરૂપ હૃદયમાં બિરાજ્યું. અને એ રસ ઉચ્છલિત થયો. અંદર રહ્યો નહિ ત્યારે વાણી સ્વરૂપે મધુરાષ્ટક રૂપે પ્રકટ થયો. અનુભૂતિ અભિવ્યક્ત થઇ. વ્રજ કમલાકાર છે. ૮-૧૬-૩૨ પાંખડી ફૂલ- ૫૬. પ્રભુએ વ્રજમાં ૫૬ સ્થાનમાં લીલા કરી, તેથી મધરાષ્ટક માં ૫૬ વાર મધુરમ શબ્દ આવે છે.

પુષ્ટિમાગઁમાં ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય ત્રણ મહત્વના. ઐશ્વર્ય શ્રી યમુનાજી માં બિરાજે છે, સૌંદર્ય શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે અને માધુર્ય શ્રી ઠાકોરજી માં બિરાજે  છે. ઈશ્વરમાં લેશ માત્ર લૌકિકતા નથી. સામર્થ્ય ભલે ઓછું હોય સંકલ્પ તો વિશેષ જ કરવો. આ ચાર થઇ બહિર્મુખ થવાય. અસમર્પિત, અસદાલાપ , અસતસંગ અને અન્યાશ્રય માટે બને તો તેનાથી દૂર રહેવું.

ભગવદ અધરામૃતથી જ પ્રસન્નતા આવે છે. જેવો ભાવ તેવા પરમાત્મા છે, કારણ કે “પ્રભુ રસો વૈસદ્” છે. મર્યાદામાં જેવું સ્વરૂપ તેવી કૃપા અને પુષ્ટિમાં જેવી ભાવના તે સ્વરૂપે કૃપા. સારુ થાય, જીવન માં બધું જ અનુકૂળ હોય તો ઈશ્વર કૃપા અને કઈંક વિપરીત થાય, અનુકૂળ ના હોય તો ઈશ્વર ઈચ્છા. પ્રભુ શ્રીહરિ છે અમને ગમે તેવું નહીં પણ મારા હિતમાં જે હશે તે કરશે એ ભાવના દ્ર્ઢ કરવી. મંદિરમાં જઈ અન્ય લોકો ભગવાન પાસેથી શું માંગીશ એ વિચારે અને વૈષ્ણવ, મારા પ્રભુને શું ધરાવીશ, શું આપીશ એ વિચારે. સામર્થ્ય જોઈને ભક્તિ કરીશું તો જે માંગ્યું તે પૂર્ણ ના થાય તો ભગવાનમાં અભાવ આવશે પરંતુ માધુર્ય જોઈને ભક્તિ કરીશું તો કોઈપણ પરિસ્થિતી માં ભાવના માં દ્ર્ઢ આશ્રય ની જ ભાવના રહેશે અને આપણો ભાવ જળવાઈ રહેશે.

જેમ દોરી માં જેટલી ગાંઠો વધુ એટલી દોરીની લંબાઈ ટૂંકી થાય છે તેમજ જેના જીવનમાં ગાંઠો વધુ તેનું જીવન ટૂંકું થાય છે. પ્રભુ ચાર પ્રકારે અમૃત નું દાન કરી જીવ પાર કૃપા કરે છે. ચવિર્ત, જુઠણ, અધરામૃત, અને ચરણામૃત.

જયારે મહાત્મ્યજ્ઞાન, તત્વજ્ઞાન, અને સ્વરૂપજ્ઞાન થાય છે ત્યાર ભાવ દ્ર્ઢ થાય છે, સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે. માધુર્ય પામતાં પહેલાં મધુર બનવું પડે. ઉત્તમ વસ્તુનો આસ્વાદ , ઉત્તમ પાત્ર હોય તો જ આવે છે, માટે પાત્રતા કેળવવી જોઈએ. ગંગાજળ ને પણ જો મલિન પાત્ર માં લઈએ તો તેનો સ્વાદ કેવો આવે? જ્યાં સામર્થ્ય દેખાય ત્યાં ભગવાનના માહાત્મ્યનું દર્શન થાય છે- દ્વારકાલીલા, જ્યાં માહાત્મ્ય દેખાય ત્યાં ભગવાન ના માધુર્યભાવ નું દર્શન થાય છે-વ્રજલીલા.

પ્રભુ ના નેત્રો બહુજ મધુર છે. તેમાં બે પ્રકાર ની દ્રષ્ટિ છે. કાળરૂપ દ્રષ્ટિ અને કૃપા રૂપ દ્રષ્ટિ. મહાભારતના યુદ્ધમાં ભગવાન અર્જુન ને કહે છે કે આ બધા ને મેં મારી કાળ દ્રષ્ટિ થી પહેલે થી જ મારી નાખ્યા છે તારે તો માત્ર ખોળિયા અડે ને મારવાના છે આ છે કાળ દ્રષ્ટિ. કૃપા દ્રષ્ટિમાં ભગવાન ભક્તો અને ગોપીજનો ઉપર કટાક્ષ નેત્રો થી કૃપા કરી છે. પ્રભુ બધાંને દર્શન આપે છે પણ દ્રષ્ટિ આપતા નથી. પ્રભુ પોતાના કટાક્ષ નેત્રોથી પોતાનાં ચરણે દ્રષ્ટિ કરે છે તેથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરનાર ભક્તો એ સામે નહીં પરંતુ પ્રભુના ચરણારર્વિંદનો આશ્રય કરવો જોઈએ. આંખો અને દ્રષ્ટિ માં ફરક છે, આંખો બગડે તો ડૉક્ટર પાસે જવું પડે અને દ્રષ્ટિ બગડે તો તે મહાપુરુષોના સંગ થી સુધરે છે. પ્રભુના નેત્રોના દર્શન કરવાથી લજ્જા અને ભય જતો રહે અને ઠાકોરજીમાં પ્રિતી થાય.

(પૂજ્ય જે જે શ્રી ના વડોદરા માં “મધુરાષ્ટક” ના વચનામૃત માંથી લીધેલ રત્ન-કણિકાઓ)

VAISHNAV SANGH OF DELAWARE

ANNAKUT MAHOTSAV NOV 20, 2022 HIGHLIGHTS

JOIN US FOR NEXT SATSANG SHRI GUSAIJI PRAGTYA UTSAV

Date:  Dec 12  @11:30AM

Venue: VFW, 649 Churchmans Rd, Newark DE 19702

Potato Barfi

Ingrdients: Potatoes-1 kg, Sugar-1 Kg, Ghee-250 Gm, Saffron-1/2 Teaspoon, Cardamom Powder-1/2 Teaspoon, Arrowroot-125 Gm

Method: Wash & boil the potatoes. Mash the potatoes. Add arrowroot and mix well. Take one pan, add ghee and potato mixture. Roast for few mins. and keep aside. Take another pan. Put sugar and water, enough to dip the sugar. Make thick syrup like honey. Add saffron & potato mixture in it & mix well. Add cardamom powder. And spread it on thali. Garnish with chopped Pista and Almond.

Leave a comment

Tax-exempt under section 501(c)(3) EIN: 85-0948839
Copyright © Vaishnav Sangh of USA 2024. All Rights Reserved.