November 2022 Newsletter

કલૌ કેશવ કિર્તનાત

કળિયુગમાં કેશવના કીર્તન (ગુણગાન) નો મહિમા

કીર્તન: એટલે ગુણગાન; નામ-સ્મરણ. આ કીર્તનના પર્યાયવાચક શબ્દો છે. સતયુગમાં જે ફળ તાપ કરવાથી, ત્રેતાયુગમાં જે ફળ યજ્ઞ કરવાથી, દ્વાપર યુગમાં જે ફળ તીર્થાટન કરવાથી મળે તેજ ફળ કળિયુગમાં શ્રીકૃષ્ણના કીર્તન એટલે કે ગુણગાન કરવાથી કે નામ સ્મરણ કરવાથી મળે છે. સતયુગમાં જે કર્મ કરીએ તેનું ફળ ૧ વર્ષ પછી મળે. ત્રેતાયુગમાં જે કર્મ કરીએ તેનું ફળ ૧ માસ પછી મળે. દ્વાપર યુગમાં જે કર્મ કરી કરીએ તેનું ફળ ૧૨ દિવસ પછી મળે, જયારે કળિયુગમાં એ દોષોનો ભંડાર હોવા છતાં એમાં એક મહાન ગુણ એ છે કે શ્રીકૃષ્ણના કીર્તન માત્ર થી જ જીવ બંધન મુક્ત થઈ જાય છે અને પરમાત્માને પામે છે એટલે કે કળિયુગમાં જે કર્મ કરીએ તેનું ફળ તરતજ મળે છે. ભક્તિપોષણ ગ્રંથ માં ભક્ત કવિ દયારામ કહે છે :                

“નામ કીર્તન શ્રી કૃષ્ણ નું કલિમા સહુ સાધન તાજ “

તાજ એટલે બધાંજ સાધન માં સર્વશ્રેષ્ઠ એને ક્યારે લેવાનું? કોણ લઇ શકે? તો કહે છે,

                    “સર્વ અવસ્થામાં ને સહું ઠોર, અધમ ઉત્તમ સહુ ને અધિકાર” 

“સર્વ અવસ્થામાં ને સહું ઠોર, અધમ ઉત્તમ સહુ ને અધિકાર” અહીં જાતિ, વય, જ્ઞાન, ધર્મ, વર્ણ કે વર્ગ જેવા કોઈ પણ ભેદભાવ વગર હરિનામ લેવાનો અધિકાર સૌને સમાન છે અને એ કોઈ પણ અવસ્થામાં લઇ શકાય છે. “સૌ ઠોર” એટલે કે કોઈ પણ જગ્યાએ લઇ શકાય છે. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં પણ એટલે જ કહે છે કે “તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ: શરણં મમ, વદદ્દ ભિરેવ સતતમ”

જેમ શરદ ઋતુ ના સંગથી, વર્ષાઋતુ થી મલિન થયેલું જળ એકદમ નિર્મલ અને સ્વચ્છ બની જાય છે તેવીજ રીતે શ્રી કૃષ્ણનું નામ પણ કાનમાં પડતાની સાથે જ પોતાના અસાધારણ પ્રભાવથી ભક્તના હૃદયને સ્વચ્છ અને નિર્મળ બનાવે છે. જેટલો પ્રભાવ, નામ-સ્મરણમાં, ગુણગાન માં છે એટલો પ્રભાવ જપ, તપ, તીરથ, યજ્ઞ વિગેરેમાં પણ નથી. કૃષ્ણનામ નો મહિમા બતાવતા દયારામ, ભક્તિ પોષણ ગ્રંથમાં કહે છે કે ,

                        “નામે અજામિલ ઉદ્ધર્યો થયો, નામે તાર્યા શિવે બહુ પાપી

                           અવળે નામે વાલ્મિકી તાર્યો, અર્ધે ગુણિકા ગતિ આપી ” 

આવા શ્રી કૃષ્ણનું કીર્તન કે કથા જ્યાં થાય છે, ત્યાં કરોડો તીર્થો આવીને વાસ કરે છે, અને ઉચ્ચાર માત્ર થી અભય પદ મળે છે. એટલે કહે છે કે

“અડે ન સૂતક નામને, નિર્ભય નિત્ય કરીયે ઉચ્ચાર “

ભગવાન ના નામોના ઉચ્ચારણથી, તેમના ગુણગાન થી, મનુષ્યની બુદ્ધિ ભગવાનના ગુણોમાં, તેમની લીલામાં અને તેમના સ્વરૂપમાં એક થઈ જાય છે અને તે જ વખતે, ભગવાન ની તેના પ્રત્યે આત્મિય બુદ્ધિ થઇ જાય છે. નામનો મહિમા એટલો બધો છે કે જો કોઈ મનુષ્ય સંકેત ખાતર, ઉપહાસ ખાતર, ખાલી રાગ આલાપવા ખાતર કે કોઈની અવગણના કરવા ખાતર પણ જો ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તેના બધાં પાપો નાશ થઈ જાય છે અને ભગવાન તેમની નજીક રહેવાનું પસંદ કરે છે.

ભગવાન નારદજી ને કહે છે કે હું વૈકુંઠમાં રહું કે ના રહું, યોગીઓના  હૃદય માં પણ રહું કે ના રહું, પરંતુ મારા ભક્તો જ્યાં મારાં ગુણગાન કરે છે, મારું  કીર્તન કરે છે ત્યાં હું અવશ્ય રહું છું. શ્રીમદ ભાગવતમાં જણાવ્યું છે કે, જે મનુષ્ય, પડતી વખતે, પગ લપસતી વખતે, શરીર ભંગ થાય ત્યારે, સર્પ દંશ થાય ત્યારે, આગમાં બળતી વખતે, ઘાયલ થાય ત્યારે, અથવા ક્યારેય પણ વિવશતા કે લાચારી ને લીધે પણ “હરિ હરિ” નામ નું ઉચ્ચારણ કરે છે તો તે યમયાતના ને પાત્ર રહેતો નથી.

ભગવાનના એક નામ નું ઉચ્ચારણ કરવા માત્રથી બધાં પાપોનું નિવારણ થઈ જાય છે, પરંતુ આપણો તેમાં પૂર્ણ વિશ્વાસ નહીં હોવાને કારણે તથા નામનું ઉચ્ચારણ કર્યા પછી પણ પાપ કરવાને કારણે તેમનો અનુભવ થતો નથી. માટે, જીંદગીની દોડાદોડ માંથી થોડો સમય કાઢીને ભગવાનના નામનું સ્મરણ, કીર્તન, ગુણગાન કરવા જોઈએ. વૈષ્ણવોનો સમય ક્યારેય ખરાબ હોતો જ નથી, કારણકે વૈષ્ણવો માટે સમય એટલે, -એટલે શ્રીનાથજી, -એટલે શ્રી મહાપ્રભુજી અને -એટલે શ્રી યમુનાજી. વૈષ્ણવ હંમેશા આ ત્રણેના સાન્નિધ્ય માં રહેતો હોવાથી સમય હંમેશાં સારો જ હોય છે. તો એવા સમયનો સદઉપયોગ કરીને, ચાલો આપણે સૌ પ્રભુનાં કીર્તન, નામ-સ્મરણ અને ગુણગાન કરવામાં પ્રવૃત થઈએ. 

VAISHNAV SANGH OF DELAWARE

RAAS MAHOTSAV MANORATH OCT-16 HIGHLIGHTS 

RABADI

Ingredients:

Milk 3litres, Sugar 400gms, Pistachio 20gms, Silver foil garnish.

Method of Preparation:

Place milk in a kadhai, boil. Reduce to low heat and stir continuously until 900ml and acquires a granular consistency.
Remove, add sugar. Stir until it dissolves. Cool, remove to a bowl, garnish with pistachio nuts, and refrigerate. Remove from refrigerator. Cover with silver foil. Serve chilled.

Leave a comment

Tax-exempt under section 501(c)(3) EIN: 85-0948839
Copyright © Vaishnav Sangh of USA 2023. All Rights Reserved.