All Sessions Are Online Via Zoom.

October 2022 Newsletter

પોષણં તદ્ અનુગ્રહ:

પુષ્ટિ એટલે પોષણ, અનુગ્રહ, કૃપા. એટલે જ પુષ્ટિમાર્ગ એટલે કૃપા માર્ગ,  કૃપા એ ભગવદ ધર્મ છે, આ એક એવો ધર્મ છે કે જેનાથી લૌકિક તેમજ અલૌકિક ફલ સિદ્ધ થાય છે.

પ્રભુની કૃપા બે પ્રકારની છે,: સાધારણ કૃપા અને વિશેષ કૃપા.

૧. સાધારણ કૃપા: સાધારણ કૃપા માં પ્રભુ કહે છે કે “લઇ જા”, તારી જે લૌકિક-અલૌકિક ઈચ્છા હોય તે પૂર્ણ કરું છું. આ કૃપા કરવામાં મને, તારા કાલ, કર્મ કે સ્વભાવ જે બાધક છે તેનો નાશ કરી, તારા પર કૃપા કરી ને મુક્તિ સુધીનું દાન કરું છું. અજામિલ ને તેના પાપ કર્મો બાધક હતા, વૃત્રાસુરને તેનો આસુરી સ્વભાવ બાધક હતો, ઇન્દ્રને તેનો ગર્વ કરવાનો સ્વભાવ બાધક હતો છતાં પણ પ્રભુ એ ક્ષણ માત્રમાં આ બાધકને ધ્યાનમાં ન લેતા અકારણ કૃપા કરી. આમ પ્રભુની કૃપા વર્ષા ફક્ત મનુષ્ય ઉપર જ નહીં પણ અસુરો અને દેવ ઉપર પણ કૃપા વર્ષા થાય છે, એમાં કોઈ ભેદ નથી.

પ્રભુની કૃપા અકારણ અને અહૈતુકી (un-conditional ) હોય છે. પ્રભુને યમુનાષ્ટક માં “કૃપા-જલધિ” કહ્યા છે, કૃપાના સાગર. પ્રભુના અન્ય ગુણ જે, તે લીલામાં જે જરૂરી હોય તે લીલાંમાં ત્યાં પ્રકટ થાય છે, પરંતુ પ્રભુનો આ કૃપા ગુણ સદા સર્વદા પ્રકટ જ હોય છે.

૨. વિશેષ કૃપા: પ્રભુની વિશેષ કૃપામાં પ્રભુ કહે છે કે “આવી જા” તું મારો બની જા, પ્રભુ જીવનો નિરોધ સિદ્ધ કરે છે.

પ્રભુનું ગૌલોક છોડીને વ્રજમાં આગમન, વ્રજવાસીઓને, ગોપીજનોને પોતાના રસમય સ્વરૂપ અને પોતાની રસમય લીલાઓ દ્વારા પોતાનામાં નિરોધ સિદ્ધ કરવો,  કોઈ પણ જાતનો પરિશ્રમ આપ્યા વિના, પોતાના સ્વરૂપ માં આસક્ત કરી, સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો, દામોદર લીલા, વેણુ નાદ દ્વારા સર્વે ના મનનું હરણ કરવું, શ્રી ગોવર્ધન ધારણ કરી વ્રજભક્તોનું રક્ષણ કરવું, ગોપીજનો ને મહારાસ નું દાન કરવું, આ બધું પ્રભુની વિશેષ કૃપાનું સ્વરૂપ છે.

આજે પણ વૈષ્ણવોના ઘરે સાક્ષાત પ્રકટ સ્વરૂપે બિરાજવું, એમને ત્યાં માંગી માંગીને આરોગવું, પોતાનો અનુભવ જતાવતા રહેવું એ પ્રભુની વિશેષ કૃપા જ છે માટે જ વૈષ્ણવો કહે છે “કૃપા એક લાલન જુ કી ચહિયે , અપનો  દોષ વિચાર સખી રીઇનકો કછુ ન કહીયે..”

જ્યારે આપણને આપણા દોષ નું દર્શન થાય ત્યારે પ્રભુની કૃપા થઈ કહેવાય “કૃપા ભઈ તબ જાનીયે, જબ દીખે અપનો દોષ” ગોપીજનોની જેમ નિ:સાધનતા આવે ત્યારે પ્રભુની કૃપાવર્ષા થાય. ૮૪-૨૫૨ વૈષ્ણવો જેવી દીનતા આવે ત્યારે પ્રભુની કૃપાનો અહેસાસ થાય. જેના પાર પ્રભુની કૃપા થાય તે નિર્ભય બને, ત્યારે જ કુંભનદાસ જેવા કહી શકે કે,

ભક્તન કો કહા સિકરી સો કામ

આવત-જાત પન્હઇયા તૂટી બિસર ગયો હરિનામ .

જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ”

પ્રભુની કૃપા મૂંગાને વાચાળ બનાવે (ગોપાલદાસ).

દુર્બળ એવા કૃષ્ણદાસ મેઘન, એમને વાસુદેવદાસ છકડા કરતાં પણ વધુ બળવાન બનાવે, એવું સામર્થ્ય પ્રભુ કૃપાનું છે. પ્રભુનો કૃપા કરવાનો આ ગુણ, પ્રભુનો સ્વભાવ છે. જેમના પર પ્રભુની કૃપા થાય છે તેમની સર્વે કામનાઓ પૂર્ણ થઈ જાય છે અને આ લોક કે પરલોક માં કઈંજ દુર્લભ રહેતું નથી.

VAISHNAV SANGH OF DELAWARE

NAND MAHOTSAV MANORATH SEPT-18 HIGHLIGHTS                                                                                         

Gunja – Ghughara – Gujiya

Ingredients: Rava – 200 gms, Dry fruits, powdered Cardamoms, Black Pepper, Chirongi [Hindi], Baras [edible camphor], Maida Flour-1kg, Ghee for frying, Sugar – thrice the portion of Maida, for syrup [Chashni]

Preparation Method:

Roast the rava in ghee till pink, and add all the dry fruits, sugar according to taste, mix well and keep aside for cooling. For the dough, knead the Maida tightly with the warm ghee and little water. Make small balls and roll small puris like. Now fill the Puri half with the rava mixture and fold, seal the sides by applying water. Fold the sides of the D like Gunja with design. Make such gunjas and deep fry them in hot Ghee. Take care the gunja does not open while frying. Please do this on slow flame.

Leave a comment

Tax-exempt under section 501(c)(3) EIN: 85-0948839
Copyright © Vaishnav Sangh of USA 2023. All Rights Reserved.