September 2022 Newsletter

ધ્યાન-ચિંતન-મનન

શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં જણાવ્યું છે કે “હરિ મૂર્તિ સદા ધ્યેયા”. એક માત્ર પેઅભુજ ધ્યાન કરવા યોગ્ય છે માટે તેમના સ્વરૂપમાં સદા આપણા ચિત્તને સ્થિર કરવું તે ધ્યાન. ધ્યાન એટલે એકચિત્ત થયીને ભગવદ સ્મરણ કરવું તે. જો ચરણાર્વિન્દ માં મનને સ્થિર કરીયે તો, તે ચરણારવિંદનું ધ્યાન કહેવાય. મન અતિશય ચંચળ છે. સંકલ્પ-વિકલ્પતમક મન છે, સ્થિર રહેતું નથી. તેને બળજબરી થી સ્થિર કરવાનો પ્રયત્ન કરીયે તો તે બમણા વેગ થી બીજે ભટકવા પ્રેરાશે તેથી ધીરે ધીરે ક્રમશ: પ્રયત્ન પૂર્વક મનને પ્રભુમાં જોડવું. મનથી પ્રભુ નો વિચાર કરવો, તેને આ રીતે ચિંતન કરવા માટે પ્રેરિત કરવું.

આપ શ્રી જણાવે છે કે “ચેતસ તત પ્રવણમ સેવા”. ચિત્તનું પ્રભુમાં પ્રવણ થવું એટલે કે પરોવાવું તેનું નામ સેવા, પરંતુ તે એકદમ સહજ રીતે પરોવાતું નથી, એટલે જ કહ્યું કે “તત સિદ્ધયે તનુ વિત્તજા” એટલે કે આપણા તનથી અને આપણા ધનથી પ્રભુની સેવા કરવી. શ્રી મહાપ્રભુજીએ તનુજા અને વિત્તજા સેવા જુદી કરીને બતાવી નથી, એટલે કે કોઈ નું તન (શરીર) એન્ડ કોઈ નું ધન એ આપણા માર્ગની સેવાનો પ્રકાર નથી એટલે કે પૈસા આપીને બીજા પાસે સેવા કરાવવાનો વિચાર આપણા માર્ગમાં નથી. માટે ધીરે ધીરે ક્રમશ: નિત્ય ચિત્તને પ્રભુમાં પરોવવાથી, તેમનું ચિંતન કરવાથી, તે પ્રભુની મૂર્તિ આપણા મનમાં સ્થિર થયી જાય છે એને કીટ-ભ્રમર ન્યાય કહેવાય. જેમ ભમરી એના દરમાં કીડો લઇ આવે છે અને તે કીડો સદા ભમરીનુજ ચિંતન કરતો હોવાથી ભમરી બની જાય છે. તેમજ જીવ પણ સદા ભગવાનનું ધ્યાન ધરે, તો તેનામાં ભગવદ્દભાવ અવશ્ય પ્રકટ થાય છે. જેમ ગંગાજળમાં ગંગાજી નું ધ્યાન ધરીએ, ત્યારે સાક્ષાત ગંગાજી આધિદૈવિક મૂર્તિ સ્વરૂપે પ્રકટ થાય છે, તેવીજ રીતે આપણે સર્વના આત્મારૂપ, ભગવાનનું ધ્યાન ધરીએ, એમની એવા કરીયે, ત્યારે ભગવાનનો સાક્ષાત આવિર્ભાવ થાય છે.

એક પક્ષી જેમ તેના ઈંડાનું સેવન કરે છે ત્યારે તે સમયે ઈંડામાં બચ્ચું હોતું નથી, પરંતુ તેને વિશ્વાસ છે કે મારા સેવનથી એ ઇંડામાંથી બચ્ચું ચોક્કસ બહાર આવશે અને એમજ થાય છે. તેવીજ રીતે આપણા ઘરે બિરાજતું એ ઠાકોરજીનું સ્વરૂપ એ કોઈ ચિત્રજી કે મૂર્તિ નથી પરંતુ પક્ષીની જેમ જો આપણે અત્યંત સ્નેહપૂર્વક, ભાવથી, ધ્રડ વિશ્વાસ પૂર્વક એનું સેવન એટલે કે સેવા કરીયે તો તેમાંથી શ્રી ઠાકોરજીનો પ્રકટ સ્વરૂપે ચોક્કસ આવિર્ભાવ થાય જ છે અને આપણને સાનુભવ જતાવે છે. જેમ પ્રહલાદજી ના ધ્રડ વિશ્વાસ ની કારણે ભગવાન નર્સિંહજઈને થાંબલા માંથી પ્રકટ થવું પડ્યું હતું.

આમ ભગવાનના ધ્યાનરૂપ ચિંતનથી ભગવાન પ્રત્યે ભાવ એટલેલે શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય છે અને ધીરે ધીરે ભક્તિયુગ સિદ્ધ થાય છે.

VAISHNAV SANGH OF DELAWARE

HINDOLA UTSAV MANORATH AUG-12 HIGHLIGHTS

Apple Barfi

Ingredients:

500 gms. Apples 400 gms. Sugar 50 gms. Sugar Powder,

2 Tsp Ghee, 2 Cups Milk, Juice of 1 Lemon

Method of Preparation:

Method of Preparation:

Wash apples properly and peal & grate it. Add 2 cups milk & 200 gms. Sugar. Put it on fire and keep stirring till it becomes thick. Add lemon juice, powder sugar 200 gms sugar and Ghee Mix well for 5 minutes. When it becomes thick take it off from fire and spread it on thali & cut into cubes.

Leave a comment

Tax-exempt under section 501(c)(3) EIN: 85-0948839
Copyright © Vaishnav Sangh of USA 2024. All Rights Reserved.